STORYMIRROR

Devendra Raval

Others

4  

Devendra Raval

Others

પહેચાન મળશે

પહેચાન મળશે

1 min
22


હૃદયમાં ખુદાની પહેચાન મળશે,

હશે કેટલા જેને વરદાન મળશે,


સફરમાં ઘણા યે ગરજવાન મળશે,

કદી ક્યાંક સાચા કદરદાન મળશે,


બહારેથી જે કોઈ ધનવાન મળશે,

હૃદયથી એ પણ સાવ શયતાન મળશે,


જીવનમાં જો ક્યારેક સન્માન મળશે,

અહીં સાથમાં ક્યાંક અપમાન મળશે,


હશે ભાવ સાચો તો ભગવાન મળશે,

નહીં તો અહીં રોજ વિષપાન મળશે,


નહીં શબ્દમાં સત્ય ક્યારેય આવે,

ફક્ત શબ્દથી એનું અનુમાન મળશે,


છે ઐશ્વર્ય એનું બધાથી વધારે,

ખુદાની સરીખો ન સુલતાન મળશે,


સદા નાદ ગુંજે એનો પ્રકૃતિમાં,

અહીં ચોતરફ એના ગુણગાન મળશે.


Rate this content
Log in