ગમે છે મને
ગમે છે મને
તારું અચાનક જીવનમાં આવવું ગમે છે મને,
આવી બસ એમ જ ચાહવું, ગમે છે મને,
આંખોના ઈશારાઓમાં કહી દેવું અને,
કંઈ પૂછો તો ધીરેથી મલકાવું, ગમે છે મને,
કોઈ મનાવે તો જ રિસાવાની મજા છે,
તું આવી મનાવે તો ખોટું રિસાવું ગમે છે મને,
અનેક અર્થો ભર્યા છે ખાલી એક નજરમાં,
નજરથી નજરને સમજાવવું ગમે છે મને,
આ ચાહત પણ કેવી અજબ છે સાહેબ,
ઓળખાણ વિના કોઈના થાવું, ગમે છે મને,
હસ્તી મારી મટી જાય તો પણ કોઈ ગમ નથી,
તારા આશિક બની ઓળખાવું, ગમે છે મને,
હર એક શબ્દમાં તારી તો વાત કરું છું હું,
તારાથી ગઝલને સજાવું, ગમે છે મને.