લકીરો
લકીરો
છે લકીરો હાથમાં,
ભાગ્ય છે શું સાથમાં ?
કેમ ડર છે પ્રેમનો ?
સૌ કરે છે વાતમાં.
જે નથી મળતાં દિને,
આવશે એ રાતમાં.
રોજ પીધો મેં ભલે,
તરફડે દિલ પ્યાસમાં.
શોધતો તો બહાર હું,
એ હતા પણ જાતમાં.
દૂર આજે રો ભલે,
અંતે ભળશો શ્વાસમાં.
દોષ કોઈનો નથી,
હું જ ન્હોતો ભાનમાં.
ટેરવાને શું ખબર,
એ નથી ખુદ આપમાં.
લટ જરા સંકોરી શું,
આગ લાગી જાતમાં.
મેં ગુમાવી જીંદગી,
કાલની બસ આશમાં.
માફ કરજે તું ખુદા,
હું છું તારા વાંકમાં.
પ્રેમ ખાલી મેં કર્યો,
બહાર છું જો નાતમાં.
આખરી બાજી છે આ,
જાત માંડી બાટમાં.