STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy Fantasy

4  

ચૈતન્ય જોષી

Tragedy Fantasy

કોને ખબર?

કોને ખબર?

1 min
383

રાતભર આકાશ રોયું હશે કોને ખબર,

એણે સ્વજન એનું ખોયું હશે કોને ખબર,


અવનીનો તાપ એનેય પીગળાવતો હશે,

એની આંખમાં આંસુ જોયું હશે કોને ખબર,


મીટ માંડીને બેઠી ધરા વ્યોમ ભણી આજે,

અંતર પછી નિજનું વલોવ્યું હશે કોને ખબર,


ને પછી થૈ ગદગદિત નભ દશા દેખી એની,

રીમઝીમ ધારે રખે વરસ્યું હશે કોને ખબર,


ક્ષિતિજે થઈ હશે વાત હૈયાતણી વખતે,

રડમસ મુખ અંબરે ધોયું હશે કોને ખબર.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy