જીંદગી
જીંદગી
થઈ લાચાર ભીતરથી ભટકતી જીંદગી આ,
હવે મૃત્યુ તરફ પાછી જો વળતી જીંદગી આ.
અહીંથી ત્યાં અને ત્યાંથી અહીં દોડી અકારણ,
કશું ના પામતા અંતે તડપતી જીંદગી આ.
ન શીખી રોજના અનુભવ થકી ક્યારેય કાંઈ,
હજી પણ મોહને કાયમ ચગળતી જીંદગી આ.
કદી આ પર, કદી તે પર, સદા ફરતી રહી છે,
સદા યે અન્ય ખીટી પર લટકતી જીંદગી આ.
નિરંતર પ્રેમની છે પ્રકૃતિ એની છતાં પણ,
કહો શા કારણે આજે ઉકળતી જીંદગી આ.