તું કહે ને હું પ્રેમ કરું તો
તું કહે ને હું પ્રેમ કરું તો
તું કહે ને હું પ્રેમ કરું, તો વરસો વરસ લાગે જો,
પામે નહીં પૂર્ણતા પ્રેમમાં તો કંઠે રોજ તરસ લાગે,
હોય જો તું, ભર ઉનાળે ઉકળતા તાપમાં સાથે તો
મારે મન કાયમી ચોમાસુ હોય એવું સરસ લાગે,
વધુ નથી કહેવાનું હોતું પ્રેમમાં એકબીજાને,
છતાં ઈશારો સમજવા બેસીએ તો વરસો વરસ લાગે,
ખાડા, ટેકરા અને ખાબોચિયાં માર્ગમાં તો આવે,
પ્રેમ બે તરફી હશે ' તો આખરી મુકામ સરસ લાગે,
હોય ન તું જ્યારે મારી સાથે ત્યારે ભર ચોમાસે ભીંજાવા
મને એક તારા નામે સૂકી તરસ લાગે,
તું કહે ને હું પ્રેમ કરું તો વરસો વરસ લાગે,
જો પામે નહીં પૂર્ણતા પ્રેમમાં તો કંઠે રોજ તરસ લાગે.

