દિવાળી
દિવાળી
1 min
339
ચાલો,
જરા જમણો હાથ,
ઉઠાવી હૃદય પર મૂકીએ,
ને ચહેરા પર મીઠું હસીએ,
ઉદાસી ખંખેરી, હવે ફરી,
ખડખડાટ હસીને બીજાને,
હસાવી જોઈએ,
કોઈના હૃદયે ખાલી ખૂણામાં,
ચાલ આજ ફરી વસી જઈએ,
નીરવતામાં મધુર સંગીત બની,
કોઈના સૂરમાં ભળી જઈએ,
ચાલો, આજ કોઈ
પોતાના તેજથી બીજો દીપક પ્રજવલિત કરી,
ફરીથી જીવનમાં રોશની પાથરીએ.
