STORYMIRROR

bhavesh parmar

Romance

4  

bhavesh parmar

Romance

આજ તારો હાથ પકડી ચૂમી લઉં

આજ તારો હાથ પકડી ચૂમી લઉં

1 min
259

ચાલ, આજ તારો હાથ પકડી ચૂમી લઉં,

છો ! આજ ખુશ, તો મન ભરી સાથે જુમી લઉં.


ફરી આ પળ આવે કે ન પણ આવે, બને એવું,

જીવનમાં બે - ચાર પળ તારી જુલ્ફોથી રમી લઉં.


દેખાય છે, આજ રોજ કરતા એકદમ પ્રસન્ન તું,

મન થાય છે, આ પળે પ્રેમથી એકાદ કિસ લઉં.


વાત તો, છે સાવ નજીવી, છે ખૂબ ઊંડાણની,

મોકો મળ્યો છે, તો લાવ આજ તને કહી લઉં.


ફરી પાછા આપણે ન મળીએ, ભવમાં ભાવેશ,

માટે છો તું સંગાથે તો પ્રેમરસનો જામ પી લઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance