સહેલું નથી.
સહેલું નથી.
પુરુષત્વ છે, તો જવાબદારી સાથે ફરવું સહેલું નથી,
દુઃખ છે પોતાનું'ને ઘરનું એકલું લૈ ફરવું સહેલું નથી,
કોને ન ગમે ? વાહ વાહ તો પીડાના ઘા કંઈ સહેલા નથી,
હોય ચોતરફ કાંટા તોય ગુલાબ બની મહેકવું સહેલું નથી,
તમે આગળ વધી જુઓ, પછી કેવી મોજ પડે તે કહેજો,
પગ ખેંચનાર હોય જાણીતા તો ઈગનોર કરવું સહેલું નથી,
જીવનમાં સંઘર્ષ વગર આગળ વધી શકાય તો કહેજો
સમય ને ભૂખનું ભાન રાખ્યા વિના ચાલવું તે સહેલું નથી,
પરિવાર માટે હાલાતો સામે લડતો તે એકલો પુરુષ નથી,
જોઈ લો એ ઘર જ્યાં સ્ત્રી વિના તે પૂરેપૂરો પુરુષ નથી.

