તોયે સલીમ અનારકલી એક થવાના
તોયે સલીમ અનારકલી એક થવાના
ભલે પાષાણ હૃદય હોય તોયે,
આ સ્નેહનું ઝરણું તો વહેવાનું,
ભલે લાકડાને કોરી ખાય ભમરો,
તોયે ફૂલના સ્નેહમાં કેદી બનવાનો,
ભલે હોય ડગર પર પથરિલો રસ્તો,
તોય સરિતા સાગરને મળવાની,
ભલે હોય લાખો જોજનની દૂરી,
તોય સૂરજમુખી સૂરજને ચાહવાની,
સ્નેહમાં ક્યાં જોવાય છે દૂરી,
અંતર છે જમીન આસમાન વચ્ચે,
તોય ચાંદની હાજરીમાં આ રાત રાણી મહેકવાની,
સ્નેહમાં લગાવી દેવાય છે જાનની બાજી,
શમાંનાં પ્રેમમાં ખાખ થઈ જવાના પરવાના,
સ્નેહની દોરી હોય જો મજબૂત,
તો આ હૈયાથી હૈયા મળી જવાના,
આ રૂહથી રૂહમાં ભળી જવાના,
આ દેહને પણ છળી જવાના,
ચહેરા પરથી ભીતરને કળી જવાના,
ભલેને પ્રીતમાં દીવાલો ચણાય,
તોય સલીમ અનાર કલી એક થવાના.

