ગૂંચ
ગૂંચ
જગત, સમાજ, કુટુંબ સૌને ગણી મિથ્યા નીકળ્યો ટહેલવા,
નવા મહેલો ચણતો ગયો નવી ઝંખનાઓ સાથે મહેલવા,
નિવૃત્તી પછી નવી રમત, નવી બારાખડી, નવી સ્લેટપેન,
પણ લખાયો કક્કો એ જ જૂનો પ્રણયનો નવી સ્લેટમાં,
ભૂલોની પરંપરા, ભાતભાતના અખતરા, ખાતો રહ્યો ઠેસ,
ઘોડાએ મૂકી દોટ તબેલામાંથી છૂટ્યાની ખુશી ને વાગી ઠેસ,
અનાયાસે પ્રથમ શિર્ષકે લખી બેઠો મનોમંથન એને જોતાં,
પછી ઊભી થઈ નવી ગૂંચ, નબળાઈઓ એકબીજાની જોતાં,
પડે ગૂંચ તો ઉકેલવી જ રહી વગર ગાંઠે છેવટે ગાંઠ મારી,
સંબંધ સૌ એવા જ બનાવે, ન ઘરનો કે ઘાટનો ગાંઠ મારી,
ઘેરાયો છું ચોતરફથી, સૌ સારાવાનાં જ થશે એમ વિચારી,
ભીતર ઝંખુ રહી સહી જિંદગી ભાગ્યના ભરોસે હવે છોડી.

