STORYMIRROR

Parag Pandya

Romance Fantasy Inspirational

3  

Parag Pandya

Romance Fantasy Inspirational

વ્યાખ્યા : 52wkpm ed7-30,Sept 24

વ્યાખ્યા : 52wkpm ed7-30,Sept 24

1 min
10

કોઈને થઈ જાય છે પ્રેમ,

તો કોઈને કરવો છે પ્રેમ;


લાલ ટપકાંની સુંદરતા ગમે,

પછી આસપાસની કાળાશ નડે;


ગાલીબો અમર કરે છે પ્રેમ,

સમય-સંજોગો બદલે પ્રેમ;


ગમતું થાય તો ગાથા પ્રેમની,

અણગમતું થાય તો મિથ્યા;


આંતરિક સુંદરતા લાગણીની,

નિરાકાર, છતાં ભાષા ભૌતિક રૂપ;


કરવો સહેલો પણ નિભાવવો કઠિન,

સરળ હોય છે પણ સમજવો કઠિન;


ઉભરો આવે પણ ને સમી પણ જાય,

સૌથી ટૂંકી ને સૌથી લાંબી આવરદા !


રોજની ક્રિયા-પ્રતિક્રિયા પ્રમાણે,

બદલાતી રહે છે વ્યાખ્યા પ્રેમની !

******************************


Rate this content
Log in

Similar gujarati poem from Romance