STORYMIRROR

Parag Pandya

Fantasy Inspirational Others

3  

Parag Pandya

Fantasy Inspirational Others

પટારો : 52wkpm ed7-21,Oct 24

પટારો : 52wkpm ed7-21,Oct 24

1 min
135

સજીધજી જાય છે મનને ટપકતી અવનવી યાદો,

વિષાદ વર્તમાનનો ભુલાવી ભૂતકાળ વાગોળતો પટારો;


ઘર મારું છોટું પણ યાદો એની વિશાળ એવી જ,

ઝંખનાની ક્ષણો જીવનની સાર્થક પળો ખોલતો પટારો;


સાકાર સપનાનો આનંદ નથી જેટલો ગુમાવ્યાનો રંજ,

વેદના કશુંક ગુમાવ્યાની સતાવે ખૂબ ખૂલે જ્યારે પટારો;


પરિચિત ભૂલાયેલા અવાજને સાંભળવાની તાલાવેલી,

વિતેલા સમયની જાણે પટકથા ખોલતો જ્યારે આ પટારો;


ના આવે એની તોલે - શિશુકાળની પ્રીત મનમાં અંકિત,

સૌ અવસ્થામાં બાળપણની પ્રીતનો ઝૂરાપો ખોલતો પટારો;


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy