STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

તારા રંગે રંગાઈ જતા જોયા છે

તારા રંગે રંગાઈ જતા જોયા છે

1 min
198

તારા આગમને ફૂલોને હરખાઈ જતાં જોયા છે,

બાગના દરેક છોડને તારા રંગે રંગાઈ જતાં જોયા છે,


તારું અદ્ભૂત રૂપ જોઈને આ ચાંદ પણ શરમાઈ ગયો,

આભના ચાંદ સિતારાને અમે વાદળમાં સંતાઈ જતા જોયા છે,


તારા આગમને પંખીઓ ચહેકી રહ્યા છે, ફૂલો મહેકી ગયા,

ફૂલો, ફૂલો, પંખીઓના બદલાઈ જતા તેવરને અમે જોયા છે,


આ હવાએ સંદેશો પહોંચાડ્યો હશે ફૂલોને કદાચ,

એટલે જ આજે બાગના બધા ફૂલોને અમે પમરાઈ જતા જોયા છે,


તારા આગમને દુઃખો, હતાશા, પીડા સૌ દૂર થઈ ગયા,

તારા આગમને આ દુઃખોને ગભરાઈ જતા અમે જોયા છે,


આ આકાશના સિતારાઓ પણ ઝળહળી ઊઠયા,

આ પૂરી આલમને તારા રૂપથી અંજાઈ જતા અમે જોયા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy