મૃત્યુ ક્યારે
મૃત્યુ ક્યારે
કોઈ મરે શરીરથી કોઈ મરે આત્માથી,
કોઈનામાંથી જીવ નીકળી જાય તો કોઈ જીવતે જીવ મરતું હોય,
આપણે બધા માનીએ છીએ કે શરીરમાંથી આત્મા નીકળી જાય ને મૃત શરીર ધરતી પર રહી જાય એટલે માણસનું મૃત્યુ થઈ જાય,
પણ આજે થોડું અલગ રીતે વિચારીએ,
ક્યારેક એકબીજા સાથે સંબંધોમાં પણ મૃત્યુ થાય,
તો કો'કના અસ્તિત્વનું મૃત્યુ થાય,
કોઈના આત્મસન્માનનું તો કોઈની લાગણીનું,
કોઈના પ્રેમનું તો કોઈના સમર્પણનું,
કોઈના બલિદાનનું,
કોઈ રોજ મરે તો કોઈ મરી મરીને જીવે,
આવા મુકામે શ્વાસ સાથે જીવનનું મૃત્યુ,
શું લખું "હિર",
શબ્દે શબ્દે ના સમજાય તો અર્થનું મૃત્યુ.
