સ્વતંત્રતા દિવસ
સ્વતંત્રતા દિવસ
હું છું એક ભારત...
છું હું ભલે એક દેશ...
પણ મારા માં વસતું અલગ અલગ ભારત....
ગુલામી થી લઈને આઝાદી સુધી કર્યો મે પ્રવાસ....
આવતા જતા કેટલાય ની સાથે થઈ મુલાકાત....
કોઈને મે હજી યાદ માં તાજા રાખ્યા તો...
કોઈ એ મને જીવન માં સ્થાન આપ્યું..
હા હું છું એક ભારત....
કોઈ નું છું સ્વાભિમાન તો કોઈ નું છું અભિમાન....
ત્રિરંગા ના રંગે રંગાયેલો...ને અશોક ચક્ર થી શોભતો હું....
વિવિધતા માં એકતા વચ્ચે...અલગ અલગ ભાષાઓ થી ઓળખાતું ભારત.....
આઝાદી ની ખુશી ઓ ઉજવતું....લોકો ના હૈયે વસતું હું છું એકજૂથ ભારત.....
Hiral Pathak Mehta
