STORYMIRROR

Hiral Pathak Mehta

Fantasy

3  

Hiral Pathak Mehta

Fantasy

મૃત્યુ પછીની વ્યથા

મૃત્યુ પછીની વ્યથા

1 min
179

મર્યા પછીની એ મારી વ્યથા કેવી હશે ?

શું મને પણ મારી પડી હશે ?

જાણવું હશે, જોવું હશે...કોણ કોણ આંસુ સારે ને કોણ હાશ અનુભવતું હશે ?

કેટલાય સવાલોમાં શબ પડ્યું હશે....ને જવાબોમાં ફકત શૂન્ય હશે,


ટોડલે ને બારણે, બંધ દરવાજે ને એકલતામાં..અલગ અલગ યાદ આવીશ હું,

કોઈને એક પળ માટે તો કોઈને બારમાં સુધી સતાવીશ હું,

આવી મનોવ્યથા વચ્ચે... કોના કોના હૃદયમાં વાસ કરીશ હું ?

આજીવન હું યાદ નહીં રહું....પહેલા આંસુમાં ને પછી છબીમાં જડાઈશ હું,


આવી વ્યથામાં કંઈક હોઈશ હું,

ના છોડી શકીશ ના સાથે લઈ જવાશે આ યાદો ને કમાઈ, બસ મર્યા પછી ક્યાં ખર્ચાશે ?

કેવી આ મારી વ્યથા હશે ? કે મર્યા પછી પણ આમ સતાવ્યા કરશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy