હેપ્પી વુમન્સ ડે
હેપ્પી વુમન્સ ડે
ફરી આવ્યો મારો દિવસ,
અને આજે સૌને આવી મારી યાદ,
આજે ફકત પ્રેમ મારા માટે,
ને ના કોઈ ફરિયાદ,
વગર માંગે આજે મને માન મળશે,
વણમાંગ્યું આજે બધે સ્થાન મળશે,
એક દિવસની હું આજે પ્રધાન બનીશ,
ને દરેકના સ્ટેટસમાં ચમકીશ,
ના જાણતાં લોકો આજે મને જાણશે,
ને મારી એક અલગ ઓળખ આપશે,
ફૂલ મળશે ને મળશે આજે ભેટ,
વગર ફિડબેક આજે મળશે મને રેટ,
ફરી આવ્યો મારો દિવસ,
ને કરશે સૌ સેટ, એક દિવસની મહિલા ગાથા....
ને પછી પાછા કમ બેક.
