STORYMIRROR

Kaushik Dave

Fantasy Inspirational

4  

Kaushik Dave

Fantasy Inspirational

ગૌરીવ્રત

ગૌરીવ્રત

1 min
212

વર્ષાની ઋતુમાં તહેવાર જ તહેવાર છે !

ગૌરીવ્રત મોસમનો પહેલો તહેવાર છે,


કુમારિકાઓનો ગૌરીવ્રત તહેવાર,

હાથમાં મહેંદી ને પૂજાનો તહેવાર છે,


રંગોળી તો ખુશાલી દર્શાવતી હોય છે,

ગૌરી કન્યાઓ તો હસતી ખેલતી હોય છે,


એક રિસાય ને એક ને કેવા મનાવાય !,

રંગબેરંગી વસ્ત્રોમાં સુંદર દેખાતી હોય છે,


નવરંગોની રંગોળી સુંદર દીસતી હોય છે,

એટલે તો કન્યાઓ પાર્વતીજીને પ્યારી હોય છે,


દીકરીઓ તો ભોળાનાથને વ્હાલી હોય છે,

એટલે તો નસીબદારને ઘરે દીકરી હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy