પ્રભુની લ્હાણી
પ્રભુની લ્હાણી
એમ તો પ્રભુ મૂકતો સૌ જાણ પર,
આપણે ટૂંકા પડયા ઊંડાણ પર,
નિયમો શ્રદ્ધા-અંધશ્રદ્ધાના કરી,
આ રડે સૌ રોજની મોકાણ પર,
વાદળાં વરસી ગયાં ગાજ્યા વિના,
એય શરમાયા હશે રમખાણ પર,
વીજની બેરૂખી સૌ જાણી શકે,
વાત મૂકી એટલે વંચાણ પર,
રોજ 'સાગર' કેટલું જાણી શકે ?
ખુશ છે એતો પ્રભુની સુંદર લ્હાણ પર.
