રૂપાંતર થયો
રૂપાંતર થયો


ઝાપટ ખાઈને બોઘામાં રૂપાંતર થયો,
ગપ્પા મારીને જગ સામે ગપાંતર થયો,
ઊભો હતો નિરાંતે ને માર્યો કોઈએ ધક્કો,
ઊંચે ઊછળીને પૃથ્વીને સમાંતર થયો,
ભાન ભૂલીને ભટકું, રાખું ન કોઈ નેઠા,
પછી ડાહ્યામાંથી ગાંડામાં સ્થળાંતર થયો,
કોઈની વાતે ટાપશી પૂરતાં ન આવડી,
ડાહ્યાનીઓની વાતે ગાંડો હું મતાંતર થયો,
‘સાગર’ જિંદગી તૂટીને બની ચીંથરાં,
કલા પડી પનારે ને હું દિશાંતર થયો.