STORYMIRROR

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Comedy

4  

Shailesh Prajapati ' સસ્મિત ' / ' શૈલ '

Comedy

બઢતી

બઢતી

1 min
708

તુટેલ કર્મઠ લાકડાની ખુરશી મૂકીને હવે,

સુંવાળી બેઠક તરફ પગલાં ગણ્યા,

સાયેબ આજ 'નાયબ'માંથી 'સાયેબ' બન્યા.


સાંભળવાવાળો સમૂહ છોડી એકાએક હવે,

સૂચનાઓ સંભળાવતા થયા,

સાયેબ આજ 'નાયબ'માંથી 'સાયેબ' બન્યા.


અલગ છે એમની બેઠક હવે ને જુદાં એવાં રૂપ,

જનરલમાંથી સ્પેશિયલ થયા,

સાયેબ આજ 'નાયબ'માંથી 'સાયેબ' બન્યા.


હવે તો વોશરૂમ ય જુદા ને અલગ થુંકદાની પણ,

નોખોં હશે અંદાજ એ પામી ગયા,

સાયેબ આજ 'નાયબ'માંથી 'સાયેબ' બન્યા.


છોડશે ફરમાનો હવે ઘેર રહ્યે તો પણ ચાલશે એ,

આખરે હવે એ જવાબદાર થયા,

સાયેબ આજ 'નાયબ'માંથી 'સાયેબ' બન્યા.


માહિતી અને આંકડાઓની માયા રચતા હતા જે,

મોકલનારથી મેળવનાર થયા,

સાયેબ આજ 'નાયબ'માંથી 'સાયેબ' બન્યા.


પ્રોટોકોલના પ્રપંચ ભારે આજ લગી માણ્યા કર્યા,

મુક્ત થઈ હવે ખુદ 'પ્રોટોકોલ' થયા,

સાયેબ આજ 'નાયબ'માંથી 'સાયેબ' બન્યા.


પહોંચાડ્યા કરી ફાઈલો ગંતવ્ય સુધી ખંતથી ઘણી,

હવે 'થપ્પા' એમના ટેબલે જ થયા,

સાયેબ આજ 'નાયબ'માંથી 'સાયેબ' બન્યા.


પામ્યા આખરે 'બઢતી' ઢળતી ઉંમરે છેક અદબથી,

જોશ તો નથી પણ 'હોંશ'ને પામી રહ્યા,

સાયેબ આજ 'નાયબ'માંથી 'સાયેબ' બન્યા.


નજીક હતા સંવેદનાઓથી અને લાગણીભીના ઘણા,

પરાણે 'જડ' કે પછી 'ચેતન' થયા?

સાયેબ આજ 'નાયબ'માંથી 'સાયેબ' બન્યા.



Rate this content
Log in

Similar gujarati poem from Comedy