શ્વાન
શ્વાન




પટપટતી પૂંછ વાંકી
ઘરઘરથી કાઢ હાંકી,
બળબળતી જીભ ત્રાંસી
અહર્નિશ હું ખાઉં વાસી,
કુરકુરિયાં પાંચ મારે,
ધમધમતા હાંફતા રે,
ભસભસતું શ્વાન વારે,
આળોટતું અંગ આરે,
ટાઢલડી રાત જયારે,
રૂદનિયા તંગ ત્યારે,
શકટ તળે ચાલવું,
ભાર લઈને મહાલવું,
રાત આખી જાગવું,
ચોર જોઈને ભાગવું,
કાયર જોઈ કરડવું,
સાંજ સવાર રડવું,
કરડવું નહીં ભસતા,
મફત ગામ વસતા,
પટપટતી પૂંછ વાંકી,
કૂતરે ના નજર ઝાંખી.