STORYMIRROR

Shaurya Parmar

Comedy Abstract

3  

Shaurya Parmar

Comedy Abstract

બેવફાઈ - દિવાળી ટાણે જ

બેવફાઈ - દિવાળી ટાણે જ

1 min
26.2K


દિવાળી ટાણે જ,

ઘરવાળી એ કરી બેવફાઇ,

પકડાવી સાવરણી,

મારી જોડે કરાવી સફાઈ,

માળિયુ,કબાટ,

ગાદલાં,ગોદડા,

ઓશિકાં, ચાદરો,

ડબ્બા, ડબ્બીઓ,

વાસણો, રમકડાં,

પસ્તી...આહા....!

ધૂળની ડમરીઓ દેખાડી...

ખરેખર કરી બેવફાઈ....

અને પછી,

પ્રેમ સમજો કે પડકાર,

કહે કે, 

સફાઈ પછી જ બનાવાશે,

ચોરાફળી અને મઠિયા,

એમ કહીને,

મારી દુઃખતી રગ દબાવી....

ખરેખર કરી બેવફાઈ,

મારી જોડે કરાવી સફાઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy