વાસ્તવિકતા
વાસ્તવિકતા
એનું દરિયા જેવડું દિલ
વીરડે સમાયા ઉસ સલિલ,
પૂનમના ચાંદ જેવું તેજ
આંજ્યા કાંત મેશ માની નિસ્તેજ,
ગગનથી ઊંચી આબરૂ
રોકડે લેવા પણ જવું પડે રૂબરૂ,
ઉધાર તો કોઈ આપે નહીં
પાડોશી ના આપે મેળવણ દહીં,
જાણે નહીં જાનમાં કોઈ
ને થાઉં હું વરની ફોઈ,
એનું દરિયા જેવડું દિલ
તો પછી એનું કેવડું હશે ડિલ.