યમરાજા
યમરાજા
થરથર ધ્રૂજે જેના નામથી ભૂતળ પર ભૂપતિ
કેવાં હશે ધર્મપત્ની જેનાથી ડરે એ યમપતિ ?
કેટલાં પાડા રાખતાં હશે રોજ યમ દોડતાં ?
હશે કઠોર દિલ પીગળે નહીં દેખીને રડતાં !
મૃતક ડીલ નીચે મૂકી ઉપર જવાનો રિવાજ
પાડાનાં ખરચથી શાને નથી આવતા વાજ ?
ભૂત, પ્રેત, પલિત, જિન ચુડેલ વળી મામો
યમ કેમ ઉપાડતો નથી માલ સાવ નકામો ?
રોતાં શ્વાનને દેખાય જમડા આવતાં રાતનાં
લેવા કોણ આવે મોતે જાણકાર આ વાતનાં ?
નાની અમથી કીડી માટે લાવતા મોટો પાડો
પડે સસ્તું રાખે એકાદ દુકાનદાર અહીં આડો
ને હાથીનો વજન કેમ ખમતો હશે આ પાડો ?
પડતો નહીં હોય જોઈ અમદાવાદ રસ્તે ખાડો ?
થરથર ધ્રૂજે જેના નામથી ભૂતળ પર ભૂપતિ
યમ શ્રીમતિને જાણે તો સીધો કરે એનો પતિ.