STORYMIRROR

Kalpesh Patel

Comedy

4  

Kalpesh Patel

Comedy

ગુજલિશ છે !

ગુજલિશ છે !

1 min
668

હરજીવનનો ગ'ગો શું અમેરિકા ગયો ? 

ટોપી ખાદીની 'કેપ' અને, બૈરી સવિતા હવે 'સેવી' થઈ ગઈ !


ચિચિયાળો કરતી ચકલીઓ બન્યા છે હવે 'લવ બર્ડ'

ભસતો શેરીનો શ્વાન હવે બન્યો છે 'ડાર્લીંગ ડૉગી'


સેવી ધુમે ચોળે ચૌટે સઘળે 'જીન્સ પેન્ટ'

લઈ બિલ્લી કહે 'સી' આ 'કેટ' ઈજ માય 'પેટ',


સેવી બની છે મેમ, બોલે 'ગુજલિશ'માં ફાવે તેમ

હની જો મારા 'ફ્રેંડો', કહી કીટીમાં ખેંચી લાવે એમ,


હરજીવન પણ છે હવે 'હેરી',પહેરે તે 'રે'બેન' વિદેશી,

કહે વાત વાતમાં હવે જલાવો એક 'તીસ નંબર' 'દેશી,


ઠંડી મહીં, એકલપણનું ધખતું રહ્યું છે લાગણીનું તાપણું

સૌ ઠીક સમજે રહી મૂંગું, ખાલી થયું છે હેરી –સેવીનું આંગણું,


નાની અમસ્તી વાતમાં આમજ બે પાંચ કડી રચાઈ ગઈ,

નોંધ કાચી હતી પણ નેટ પર તેમજ મસ્ત લાઈવ થઈ ગઈ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Comedy