STORYMIRROR

Kalpesh Patel

Romance Tragedy

4  

Kalpesh Patel

Romance Tragedy

મરીઝ

મરીઝ

1 min
6

મરીઝ

મત્લા
દિલના દરિયામાં આજે પણ તારી જ લહેર છે,
ભૂલ્યો નથી તને, બસ ચહેરા પર એ જ ઠહેર છે.

૧
ઘર તો બનાવ્યું હતું ઈંટો અને પથ્થરથી,
પણ આત્મા હજુ કોઈ જૂના આંગણે ઠહેર છે.

૨
સમયે ઘણું શીખવ્યું હસતાં હસતાં જીવવાનું,
પણ આંખોમાં છુપાયેલી આખી વરસાદી ઋતુ છે.

૩
કોઈ પૂછે છે "કેમ છો?" તો સ્મિત આપી દઉં છું,
એ રહે બેખબર, અંદર કેટલું તૂટેલું શહેર છે.

૪
યાદોના દીવા આજે પણ બળે છે રાતભર,
અંધકારમાં પણ તારો જ એક અજવાળો ઠહેર છે.

૫
મરીઝ જેવું દિલ રાખવું સહેલું નથી માશૂક,
દરેક ઘા પાછળ પણ પ્રેમનો જ એક સૂર છે.

મક્તા
અનંતના શબ્દો છે, બહાનું માત્ર ઠહેર,
બાકી મરીઝની આ ગઝલમાં,
સફર તો દિલ સુધીની ઠહેર છે.


---


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance