શબ્દનો સ્પર્શ.
શબ્દનો સ્પર્શ.
શબ્દનો સ્પર્શ
શબ્દોને શીખું ધીરે ધીરે,
છાંયાં વીસે બેઠો છૂપે છૂપે.
નાનો પણ દરેક અરથ સમજું હું,
સાચા અર્થોની શોધમાં રુપે રુપે.
ક્યાંક વધારે બોલવું મન કરે,
પણ સાદગી મને શીખવે ધીરજ.
ચળકાટ નથી જોઈતો શબ્દોમાં,
હવે જોઈ છે સાચી સંવેદનાની સીરજ.
મરોડદાર બોલ જરુરી નથી,
જ્યાં લાગણી ગુમ થઇ છે ત્યાંરે.
સચોટ લાગણી જ઼ સારી લાગે,
જ્યાં વેદના જ઼ ખુદને સમજાવે.
માણસ જેવો શબ્દ ન ખપે,
કે જે રૂપ બદલે ભીષણ વાતે વાતે.
શબ્દ રહે સ્તબ્ધ સાફ બેસાફ,
છતાંય વાંચનારના દિલમાં વાત ઘાતે ઘાતે.
શબ્દો હવે દલીલ નહીં હોય,
એ બની જાય સ્પર્શ, એક પ્રકાશ.
નયનોથી વહેતી વાતો જેવી,
ના ઊંચેરા, નીચેરા, કે ખુબ બેખૂબા .
મૌન રહી સ્પર્શી જાય છે,
નિશબ્દ બની રહે તે સાચો.
બાકી બેજાન ગુંજ તપે છે ચારેકોર,
ને ભાવનો ભાવફેર થાય છે જાજો.
કલ્પેશ પટેલ.
સેન ઓઝે, યુ એસ એ
28 જૂન 2025
