STORYMIRROR

Kalpesh Patel

Abstract

3  

Kalpesh Patel

Abstract

કચ્છીમાડું

કચ્છીમાડું

1 min
593

“સ્ટાર-બક”ને શું જાણે, “ઓ છાશુડિયા” 

વાત સોંસરવી ઉતરી ગઈ મહીં,

વિદેશી નારી કચ્છ ફરવા આવે છે તેવે ટાણે, કચ્છની લઘર વઘર પણ ખમીરવંતી જાતિને ટોણો મારે છે પછી,

હવે તો અને રોકડી પરખાવી રહી 

કહી,


ઓ હોલિવૂડિયણ – અમે નથી કોફીડિયા,

વીર, સપૂતને સતીયુના પાળિયા કરે અહી હોંકારો

કોટને કાંગરે, ખેલૈયાના ખડગના કરે ખોંખારાં,


રેતાળ ધરાના, છીએ હેતાળ માડું

અમે તો રહ્યા કચ્છીમાડું,

ધબકાર ઇનો ઉદગારે સદા ‘હાલ સુઠો'

નાખે જો સોય નસમાં એની, હેતના બોગેણાં ઉભરાય,


છાશની તાસીર શું સમજે સ્ટાર-બકને બકતી નારી

ડર્ટી ફેલો કહી દૂર રે’નારી કોફીની ઑ આવારી,

પરદેશી પંખી, તુજ જાણવી બાકી છે યારી આગવી 

બોગેણાં માંહી બાટલિયું રહીશ ઉલેચી,

ગજ નહીં ખાય જન્મારો તારો જશે વીતી  

અવાઈ અષાઢી બીજ ને વનરાઈ છે નીલી 

ઓ હોલીવૂડિયણ ડરતી, કાં, તું આ ડર્ટીથી

નક્ષત્ર, નફરતને દૂર રાખી નેહના અમે રહ્યા સાથી

હું છું "મહોબ્બતીલો" મહેનતું તર કચ્છી સંગાથી.  


શબ્દ પ્રયોગ સૂચિ :- દારૂના આશિક દારૂડિયા, એમ છાસના આશિક છાશુડિયા,અને કોફીના આશિક કોફીડિયા (સ્ટારબક જાણીતી કોફીની બ્રાન્ડ) 


વિદેશી નારી કચ્છ ફરવા આવે છે તેવે ટાણે, કચ્છની લઘર વઘર પણ ખમીરવંતી જાતિને ટોણો મારે છે પછી,

એક સર્વ સામાન્ય માન્યતા કે કચ્છ એટલે ધૂળના ઢેફાં, આવળ-બાવળના ઝાડ અને ઝાંખરાં અને આગ ઓકતી તન- બદનને બાળી નાંખતી ગરમીનો માર ! માત્ર આમ વિચારવું તે કચ્છને અન્યાય છે – સદાય ધબકતી રહેનાર ખમીરવંતી એટ્લે કચ્છમાં વસનાર – કચ્છી , માટે તો કહેવાય છે “ કચ્છડો બારેમાસ “ કચ્છમાં કોઈ આવે ત્યારે રોતો હોય છે પણ કચ્છ છોડતો હોય ત્યારે તે પોકે –પોકે રોતો હોય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract