Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Abstract

4.9  

Kalpesh Patel

Abstract

પિતૃ વંદના

પિતૃ વંદના

1 min
832


સૌથી ઊંચું તુજ નામ હે તાત

જે તારામાં હતું, તેવું બીજામાં ના મળે,

તુજ મારૂ ધ્યાન છે, તુજ મારુ જ્ઞાન છે..... ટેક


હું છું તમારો, તમે છો મારા

ઓ તાત તમે છો પ્રાણ મારા,

ઓ પિતા તારે ચરણે મેરા પ્રણામ.. સૌથી ઊંચું તુજ નામ


યાદ કરું હળ પળે ચાહ અને આહટ તારી બધે

રહી ગયું છે નામ તારું સઘળે હવે

ઓ પિતા તારે ચરણે મેરા પ્રણામ.. સૌથી ઊંચું તુજ નામ


યાદ કરું તારા હાથને આશિષ આપતાં અપરંપાર

જે થકી આબાદ થયો હું આજ અપાર

ઓ પિતા તારે ચરણે મેરા પ્રણામ... સૌથી ઊંચું તુજ નામ


તું હી મુજ દાતા, તું હી વિધાતા

તું હતો આશરો મારો અણમોલ

ઓ પિતા તારે ચરણે મેરા પ્રણામ... સૌથી ઊંચું તુજ નામ


પકડી આંગળી પામ્યો મુકામ

જીવન કેડીએ તું જ મારો વિશ્રામ

ઓ પિતા તારે ચરણે મેરા પ્રણામ.. સૌથી ઊંચું તુજ નામ


પ્રભુથી ઊંચેરું ગુમાવ્યું છે પુણ્યધામ

શોધું તને જોઈ તારો પ્રભાવ આમ

ઓ પિતા તારે ચરણે મેરા પ્રણામ.. સૌથી ઊંચું તુજ નામ


Rate this content
Log in

Similar gujarati poem from Abstract