લાહ્ય
લાહ્ય
1 min
172
સૂકી પાંદડી ને ઝાકળની ઝાય,
કોણ પહેલ કરે તેની લાહ્ય.
પોતાનું શોધવા રણમાં વરસે જાય,
મારી બુમે પાછી ઘરમાં આવી ભરાય,
તું છે તો ઊર્મિ મારી ઉભરાય.
ઉદાસીઓ સારી કઈક આવી સમાય
દીલના ઝાકળિયાં રોજ ખોવાતા જાય ..
સૂકી પાંદડી ને ઝાકળની ઝાય,
કોણ પહેલ કરે તેની લાહ્ય.
અમાસે શીતળ ચાંદની મનમાં લહેરાય,
દરિયો દિલનો તારા પ્રેમે ઉભરાય,
જોશ જવાની જલસા મંતર તારાંથી ખેવાય,
ઘટે ન કોઈ “અંતર” એ મારાંથી સચવાય,
કોને ચાંદી, ને કોને ચોટ એ ના સમજાય.
સૂકી પાંદડી ને ઝાકળની ઝાય,
કોણ પહેલ કરે તેની લાહ્ય.
