STORYMIRROR

Kalpesh Patel

Inspirational Children

3  

Kalpesh Patel

Inspirational Children

અમે ગુજરાતી

અમે ગુજરાતી

1 min
310

વાણિયાનો વેપાર, પારસીની પ્રીત,

આયરની રખાવટ, ચરણની ચતુરાઈ,


નગરની મુસ્તદી, વ્યાસની ભવાઈ

લોહાણાની હુંસાતુંસી, ભાટિયાની ભલાઈ,


કણબીની ખેતી, સિંધીની ઉઘરાણી

પઠાણનું વ્યાજ, ઘાંચીની ઘાણી,


મેરનો રોટલો, પૂજારીનો થાળ

કોળીની કરકસર, ભક્તની માળ,


ભાટના ભજન, માણભટ્ટની માણ

વહીવંચાંને સરપાવ, ઢાઢીનાં વખાણ,


ખવાસની ચાકરી, ખત્રિનું રંગાટ

ચૂડગરની ચૂડલી, વાંઝાનું વણાટ,


સારાભાઈનો સાફો, નટડાનો દોર

દ્વારકાનો ગુગળી, સિધ્ધપુરનો ગોર,


લુહારનો હથોડો, ડાફેરનું નિશાન

વાળંદની હજામત, ચામઠાની શાન,


સીદીની જાળી, કાગદીની શાઈ

ભાડભૂંજાનાં દાળિયા, કાંદોઈની મીઠાઈ,


સોમપુરનું મંદિર, ઘંટીયાની ખેપ

આબોટીનાં કીર્તન, બજાણીયાની ઠેક,


......ગરવી ગુજરાતની અતુલ્ય ગરિમામાં ગુજરાતી અનેક છતાંય સદાય એક મેક.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational