STORYMIRROR

Kalpesh Patel

Abstract Inspirational

5.0  

Kalpesh Patel

Abstract Inspirational

છેલ્લા પાને - કલમને સવાલ

છેલ્લા પાને - કલમને સવાલ

1 min
418

ના, ના, ના.

મેં

કવિતાઓ લખી છે

તેવો મારો દાવો નથી જ.


મેં તો

મારી મિચાયેલી આંખના પરદે 

ચાલી રહેલા દ્રશ્યોને મુક્ત

વિહરતાં મૂકતાં,


ડાયરીને પાને

મારી 'કલમ'ને 

'ઊર્મિઓ'એ આગ્રહ કર્યો

એટલે

મેં ડાયરીનું પહેલું પાનું

ખોલી,

જિંદગીને જરાક અમથો પ્રેમ કર્યો,


'કલમ'ને નાનકડી ડાયરીને પાને

જરાક સરકાવી

શમણાંને સજાવી 

ગૂંથવા બેઠો 'ગાલીચો' 'બેનમૂન',


ડાયરી ખોલતાં

પહેલે પાને શ્રી-સવા લખી

વિઘ્નહર્તા ગણેશની કરી’તી અર્ચના,

મનના શીલ-અશ્લીલ તરંગોને

આગળ –પાછળ, પાને પાને

લખાયેલ બેધડક બોલતી

છૂટી છવાઈ લીટીઓને,

ટાપ- ટીપ કે કાપકૂપ વગર

'મિરર' સ્ટોરીના સામે,


અબોલ ઉર્મિઓને

ખડી કરી’તી ત્યારે

'સ્કોર' કેરા 'સ્ટાર'

'છલકાય' કે 'વહી જાય',

તોય,

‘કલમ’ બાપડી અટકી ન હતી,

ઊર્મિઓ ઊડી આવી હતી,


એવીજ 'પાંખે' 

ઊડી મુક્ત વિચરી પણ ગઈ

ત્યારે આજે  

ડાયરીને છેલ્લે પાને 

એણે મને

એક જ સવાલ પૂછયોઃ

કેમ શું, હજુ પણ લખવું છે ?

બોલ, કાલે હવે ક્યાં લખીશ ?


મેં

આંખથી જ સામો સવાલ પૂછયો

કે

તને અહીંથી મુક્ત કીધા પછી

આ કલમને,

શું નવી ડાયરી નહીં મળે ?


'એ' આખરે ,એક 'નવો'જ 

'ગુબ્બારો' થમાવી નમી પડી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract