STORYMIRROR

Kalpesh Patel

Classics Others

4  

Kalpesh Patel

Classics Others

હરિ સંગ

હરિ સંગ

1 min
5


ચીંથરું બાંધો ને, ચીર પૂરી આપે,
હરિ આનાથી વધુ શું બાંહેધરી આપે?
માગ્યું નથી કશું, બસ તારી કૃપા રહે,
સૂકાં પાંદડાંને પણ હરિયાળી આપે.

ખાલી હાથ આવ્યા, ખાલી હાથ જવાના,
વચ્ચે તું જ જીવનને અર્થ આપી જાય.
જ્યાં માનવીની આશા અધૂરી રહી જાય,
ત્યાં હરિ આવીને નવી રાહ બતાવે.

દુઃખના દરિયામાં હોડી ડગમગતી હોય,
નાવિક બની હરિ કિનારો દેખાડે.
ભરોસો રાખો એની ઊંચેરી  કૃપા પર,
એ ચીંથરાને પણ ચીર બનાવી આપે.

ચીંથરે વીંટાય જો શ્રદ્ધા, નહીં કાંઈ અધૂરું,
જેના શિરે હાથ હરિનો, એને શેનો ડર?
જ્યારે જગ સાથ છોડી જાય,
ત્યાં હરિ એકલો, જગ ખડું કરી જાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics