Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Smita Dhruv

Comedy Others

1.7  

Smita Dhruv

Comedy Others

ગુરુ અને શિષ્ય

ગુરુ અને શિષ્ય

1 min
499

હું જ મારો શિષ્ય ને હું જ મારો ગુરુ,

આ તે કેવું ચક્ર, ભારે રમૂજ પમાડે તેવું !

માથું દુઃખે શિષ્યને, તો ગુરુ દવા આપે,

ઠંડીથી બચવાની ખુદ પોતાને સલાહ આપે.

વહેલાં ઉઠવા માટે રોજ ગુરુનો કકળાટ,

શિષ્ય બિચારો ક્યાં સુધી સહે આવી વાત ?

ભૂખ લાગે ભારે, શિષ્યને દિવસ રાત,

ગુરુ માને ઉપવાસમાં, ખાવાની ક્યાં વાત ?

શિષ્યને આવે ગુસ્સો, શોધે રસ્તા થાકી,

ગુરુનો રુવાબ ભારે, રાખે ન દયા બાકી.

આખરે શિષ્યએ ગુરુ તણી, સત્તા સ્વીકારી,

ખુદમાં રહેલા ગુરુને મેં રીઝવ્યા બિનમરજી !

હસતાં બોલ્યા ગુરુજી, ચિંતા ના કર બેટા,

એક સમયે હું પણ હતો તારી જેમ અનાડી !

વધે ઉંમર ત્યારે જે જ્ઞાન ઉપજતું મનમાં,

સૌએ વધાવી લેવું રહ્યું વહેલાં નહિ તો મોડાં !

Rate this content
Log in

Similar gujarati poem from Comedy