STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

ફૂલ અને કાંટો

ફૂલ અને કાંટો

1 min
543

હાથ લંબાવ્યો અને પાછો થયો,

રંગ મુખનો ત્યાં જુવો ઝાંખો થયો,


મૂલ્ય જાણે, છે અહીં દેખાવનું !

ચોર નો’તો, તોય શક પાકો થયો,


પાડવાને વટ ઘણો મથ્યો અહીં,

કૈં કરી શક્યો નહીં, બાઘો થયો,


ભાગતો આઘો ડરી જેના થકી,

એ પળો સંગે હવે નાતો થયો,


કેમ ‘સાગર’ આમ આગળ જૈ શકું,

ફૂલ માની ત્યાં ગયો, કાંટો થયો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy