STORYMIRROR

Hiren Maheta

Romance Fantasy Others

4  

Hiren Maheta

Romance Fantasy Others

વાદળ થવાને

વાદળ થવાને

1 min
563

ચાલ બોલાવું તને વાદળ થવાને,

મેઘના એ નેણના કાજળ થવાને,


આમ તો ભીતર ભરેલો સ્પર્શ લઈ,

હોઠ ખોલાવું હવે આગળ થવાને,


ભાગ્યએ ચીતર્યો મને બહુ રંગથી,

એક તારા પ્રેમના કાગળ થવાને,


હાથ ખેંચીને હવે લઈ જાય ક્યાં ?

આપણે તો માનતા પાછળ થવાને,


સહેજ ભીની, સહેજ કોરી લાગણી,

છાંટવામાં હું હવે ઘાયલ થવાને.


Rate this content
Log in

Similar gujarati poem from Romance