STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

સુખી પૃથ્વીવાસ છે (ત્રિપદી ગઝલ)

સુખી પૃથ્વીવાસ છે (ત્રિપદી ગઝલ)

1 min
452

સ્વપ્નમાં આવે વિચારો ખાસ છે,

હું કરું છું યત્ન ને એના થકી,

જિંદગીમાં થાય સઘળું પાસ છે,


થાય મારા મનમાં એવો ભાસ છે,

દેહ સર્જનહારનું ખેતર થયું,

થાય આ તેમાંય સીધા ચાસ છે,


આતમા જ્યારે થયો આ દાસ છે,

ભાગ્ય જાગ્યું, ઊતરી તેની દયા,

ને મળે કા'નાનો જોવા રાસ છે,


મનમાં તો એવી ઘણી ડંફાસ છે,

જીત મારા હાથમાં આવી ચડી,

આ પડે સવળાં બધાંયે તાસ છે,


એટલો સંતોષ બારેમાસ છે,

બીજું તો 'સાગર' શું ઈચ્છે માંહ્યલો,

બસ, સુખે વીતે આ પૃથ્વીવાસ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy