જિંદગી ખરેખર મજેદાર
જિંદગી ખરેખર મજેદાર
તું જો મારી યાત્રાનો હમસફર હોત,
તો જિંદગી ખરેખર મજેદાર હોત,
રેલગાડીની જેમ જીવન જો ચાલતા હોત,
તો જિંદગી ખરેખર મજેદાર હોત,
આજીવન સાથે તારી ને મારી યાત્રા હોત,
તો જિંદગી ખરેખર મજેદાર હોત,
રથના પૈડાંની જેમ આપણે જીવનના પૈડાં હોત,
તો જિંદગી ખરેખર મજેદાર હોત,
રહી ગઈ એકલી અટૂલી આ યાત્રામાં,
તો આ જિંદગી ક્યાંથી મજેદાર હોય,
ચાલ્યો મૂકી તું મુજને અંનત યાત્રાએ,
તો આ જિંદગી ક્યાંથી મજેદાર હોય,
પલ પલ યાદ કરું આ યાત્રામાં,
તો આ જિંદગી ક્યાંથી મજેદાર હોય,
વિસરુ નહીં તને આ જિંદગીમાં,
તો આ જિંદગી મજેદાર હોય,
મળશું પાછાં અનંત યાત્રામાં,
તો આ જિંદગી પાછી મજેદાર હશે.

