આંસુ છે સરખાં
આંસુ છે સરખાં
ખરે છે જે આંખથી, તે આંસુ છે સરખાં,
સ્વાદ બંનેનો છે ખારો જે ટપકે છે અમથા,
દર્દનાં કે ખુશીનાં તે આંસુ છે સરખાં,
સ્વાદ બંનેનો છે ખારો જે ટપકે છે અમથાં,
જન્મમાં કે મરણમાં તે આંસુ છે સરખાં
સ્વાદ બંનેનો છે ખારો જે ટપકે છે અમથાં,
પ્રેમમાં કે વિરહમાં તે આંસુ છે સરખાં
સ્વાદ બંનેનો છે ખારો જે ટપકે છે અમથાં.

