નાનકડી પ્રાર્થના મારા પ્રભુને
નાનકડી પ્રાર્થના મારા પ્રભુને
1 min
219
માર્ગ સૂના,શહર સૂના,
તો પણ જીવ્યાં ૨૦૨૧ માં,
નાના અમથા વિષાણુ એ,
રાહ બદલાવી, જીવન જીવાડયું,
પોતાના સ્વજન છીનવાયા,
અગ્નિદાહ દેવા ન પામ્યાં,
ઘરમાં બેસીને તે તો રોયા,
સૂની પડી હતી કચેરીઓ
સૂની પડી હતી ઑફિસો,
ડરના માર્યા ઘરમાં હતા,
આઝાદ બન્યો માનવ હવે તો,
જીવતા શીખ્યો ડર સાથે તો,
એટલી અરજ આજ કરીએ પ્રભુને.....
2022 તું સારું મોકલાવજે.....
સેનીટાઈઝરથી છૂટકારો અપાવજે,
ને માસ્ક પણ સહુના ભગાવજે,
દ્રૌપદીજીના ચીર પુરવા આવ્યો હતો તું..
માનવના માસ્ક હરવા પાછો આવજે તું..
જીવન ધમધમાટ પાછું બનાવજે,
ખુશીઓનો ખજાનો લાવજે તું.