STORYMIRROR

Chhaya Shah

Romance Fantasy Others

3  

Chhaya Shah

Romance Fantasy Others

તારી એ પ્રેમભરી નજર

તારી એ પ્રેમભરી નજર

1 min
226

એકીટશે મારા ચહેરા પર જોયા કરતી તારી એ પ્રેમભરી નજર...

તારી આંખોમાં તરફડતી મારા માટે ઉછાળા મારતી તારી એ પ્રેમભરી નજર...


લાગણીથી તરબતર થતી, મને તારામાં સમાવી લેવાની તારી એ પ્રેમભરી નજર....

તારા એક ઉષ્માભર્યા સ્પર્શથી મને સ્પર્શી ગયેલી તારી એ પ્રેમભરી નજર...


શરમથી પીગળી જતી મારી આંખોને જોતી તારી એ પ્રેમભરી નજર....

ગભરાહટમાં થરથર કાંપતી, મારી ધ્રૂજારી જોતી તારી એ પ્રેમભરી નજર....


મળ્યા પછી પણ જુદા ન થવાની મૌનમાં ઘણું બધું કહી જવાની તારી એ પ્રેમભરી નજર.....

મારી નજરને ઘણું બધું કહી જતી તારી એ પ્રેમભરી નજર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance