STORYMIRROR

Chhaya Shah

Fantasy Thriller Others

3  

Chhaya Shah

Fantasy Thriller Others

તારા ગયા પછી

તારા ગયા પછી

1 min
211

મેં મને ગોતવાની કોશિશ કરી પણ હું મારામાં જ ન મળી,

જીવનમાં શૂન્યતા થરથરે, તારા ગયા પછી...


તારું મારાથી અલગ થવું, જાણે એક પ્રસવ યાતના વળી

ગીત, ગઝલ કૈંક અવતરે, તારા ગયા પછી...


તું નથી, તું નથી, તું નથી, છતાં બઘે તું દેખાયા કરે,

તું જ બધે તરવરે, તારા ગયા પછી...


જીવનમાં સ્તબ્ધતા આવી ચડી, થઈ દુનિયા સ્તબ્ધ વળી,

વિચારો તારા ચળવળે, તારા ગયા પછી.....


નટખટ નાદાન ચંચળ ઘણી, પણ હવે શૂન્યતા ફરી વળી,

ના જીવી શકું, ના મરી શકું તારા ગયા પછી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy