STORYMIRROR

kusum kundaria

Fantasy

3  

kusum kundaria

Fantasy

ઇચ્છા

ઇચ્છા

1 min
383


નાગણ બનીને કેવી ડસતી રહે ઇચ્છા.

દઇ હાથતાળીને સરકતી રહે ઇચ્છા.!


હંમેશા સ્વપ્નો આંખમાં આંજી જાય એ,

દૂરથીજ પછી તો કનડતી રહે ઇચ્છા.!


કેટલા ઉમંગથી રોજ એને સજાવી હોય.

આખરે તો જોને ભટકતી રહે ઇચ્છા.!


પૂરી થાય કે ન થાય, આશા જગાડી જાય.

હામ સાથે હૈયામાં વરસતી રહે ઇચ્છા.!


ક્યારેક તો એ જીતી જાય એવું પણ બને.

દિલમાં પછી તો હરખતી જાય ઇચ્છા.!


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy