STORYMIRROR

Heena Pandya (ખુશી)

Drama Fantasy

3  

Heena Pandya (ખુશી)

Drama Fantasy

ખુદા કેટકેટલું રળી ગયો

ખુદા કેટકેટલું રળી ગયો

1 min
869


અહીં પલાશ પુષ્પથી સજી અને ગગન ભણી લળી ગયો.

એ લાલ રંગ વાદળે ધરી પછી સવારમાં ભળી ગયો.


ઘણું જ મંદ મંદ જે વહ્યાં કરે છે ડાળખી તરફ જુઓ,

પવન જરાં સરી ગયો 'ને ઝાડવાં હલાવતો વળી ગયો.


હું બાગમાં જરા ફર્યો જ્યાં આજ ને મને તરત પછી,

કશે છુપો પડેલ જિંદગીનો રંગ પુષ્પ પર મળી ગયો.


અનિલ ભરીને સાથ સાથ એ ઉડી રહ્યા છે પંખ આભમાં,

હૃદય ઝબોળતા જ રાગ આ ગઝલનો મોજથી ઢળી ગયો.


ગગન ભણી જતાંય જો લળી રહી લતા "ખુશી" ને સ્પર્શતી,

અહીં ખુદા આ સ્વર્ગનાં સમુંય કેટકેટલું રળી ગયો.



Rate this content
Log in

Similar gujarati poem from Drama