STORYMIRROR

Nisha Shah

Fantasy

3  

Nisha Shah

Fantasy

સપનાંનાં વાવેતર - 1

સપનાંનાં વાવેતર - 1

1 min
680


મેં તો સપનાંનાં વાવેતર કર્યા છે

પંખીડા ચણવા આવો.

એને વેર્યા છે પાંપણોની પાળે

પંખીડા વીણવા આવો.


એકએક રાતનું એકએક શમણું

પહેલા પ્રહરનું બીજા પ્રહરનું

ત્રીજું પછી ચોથું એક પછી એક

હજારો લાખો શમણાં ભર્યા

એને વાસ્યા છે પોપચાને કમાડે

પંખીડા ખટખટાવશો મા.

મેં તો સપનાંને કેદ કર્યા છે

પંખીડા મળવા આવો.


સોને મઢેલ શમણું રૂપલે મઢેલ છે

દીલનાં તારેતારથી ગુંથણી ગુંથેલ છે

યાદોનાં તાણાવાણા ચોગમ વણેલ છે.

આશા નિરાશાનાં રંગોથી રંગેલ છે.

પ્રેમભર્યા આભલાથી સજેલ છે એ.

પંખીડા પીંખશો મા.

મેં તો સપનાંને શણગાર કર્યા છે

પંખીડા હળવે આવો.

મેં તો સપનાંનાં વાવેતર કર્યા છે

પંખીડા ચણવા આવો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy