સાક્ષી ભાવ
સાક્ષી ભાવ
સહુ આવ્યા રડીને, સહુ ગયા હસીને,
કંઈક ખીલવ્યા મોં મલકાવીને, કંઈક દૂભવ્યા મોં મચકોડીને,
નાનકડી શી જીંદગી !! નાચ નચાવ્યા તે સહુને,
કોઈ ધરી સ્વાંગ નરસિંહ ને કોઈ ધરી સ્વાંગ શગાળશા,
નિભાવ્યા કિરદાર બે ઘડી, કોઇ લાજ છોડી તો કોઈ લાજ રાખી,
હશે મિત્રતા ક્રિષ્ન અર્જૂનની કશે,
પણ કર્ણ દુર્યોધન ખટક્યા કશે,
તે આગવા ને અટપટા વચનો નિભાવ્યા હશે,
અહીં ખટપટો ને માયાજાળ બિછાવ્યા હશે,
કશેક નાસ્તિક કહીને પણ પૂજાયો સિંહ ભગત, તો
કશેક દૂધ બકરી તણુ પિનાર કહી ત્યજાયો હીર ગાંધી,
કંઈક સાક્ષી ભાવે કરી જીવન દર્શન તુજના,
ખૂલે છે જીવનના મન દ્વાર મુજના,
નાનકડી શી જીંદગી !! નાચ નચાવ્યા તે સહુને!