મંજીલ
મંજીલ
મંજીલ તું પણ ચેતજે, ચૂકીશ નહીં હર વાર,
જંજીર તું પણ ચેતજે, બંધાઈશ નહીં હર વાર,
નક્કર છે વિચાર બધા, મૂંઝાઇશ નહીં હર વાર,
પત્થર છે ડુંગર બધા, ચઢીશ અહીં હર વાર,
મંજૂર છે સંઘર્ષ તમામ, હારીશ નહીં હર વાર,
તીર છે તૈયાર તમામ, ચૂકીશ નહીં હર વાર,
અંદર છે તેજ જ્વાળા, ઠરીશ નહીં હર વાર,
બહાર છે એજ જાળ, બુઝીશ નહીં હર વાર,
નીંદર છે હવે સીમાડે, ઊંઘીશ નહીં હર વાર ,
સમશેર છે હવે નીવેડે, છોડીશ નહીં હર વાર.