નિર્ગંથ
નિર્ગંથ
છતે અંધારે અખંડ દિવ્યતા, એમ સ્હેજે મળતી નથી,
છતે સંસારે પાખંડ 'ને, એમ તૃષ્ણા સ્હેજે છીપતી નથી,
ભલે અંધારે ભાસે ના અંતર, અહીં અનંત પથ સ્હેજે નથી,
ભલે પ્રકાશે ભાગે અનંત, અહીં અંત પણ સ્હેજે નથી,
થજો અર્હંત વણ લાભે, સકળ ક્રુતઘ્નતા સ્હેજે નથી,
થજો નિર્ગંથ વણ કામે, સકળ અત્યાનંદ સ્હેજે નથી,
તુજ તૃષ્ણાનો બસ તું જ કૌમુદી, તારતી સ્હેજે નથી,
તુજ દિવ્યતાનો બસ તું જ પ્રવર્તક, ડૂબતી સ્હેજે નથી..